મોઢેશ્વરી માઁ ના મંદિરો
જય મોઢેશ્વરી માઁ.....જય મોઢેશ્વરી માઁ.....જય મોઢેશ્વરી માઁ.....
મોઢ-સમાજ.કોમ
મોઢ-સમાજ.કોમ

|| ઘર || મોઢેશ્વરી માં નું પ્રાગટય || મોઢેરાનો ઇતિહાસ || મોઢની ઉત્પત્તિ || મોઢેશ્વરી માં ના મંદિરો || મોઢ-બ્રાહ્મણ || મોઢ-વણિક || મોઢ-માંડલિયા || મોઢ-મોદી || મોઢ-પટેલ || જયેષ્ઠીમલ્લ || સંપર્ક ||

 

મોઢેશ્વરી માં ના મંદિરો

   

તેરા-કચ્છ

સોલા-અમદાવાદ

રામનગર-અમદાવાદ

સરખેજ-અમદાવાદ ગલુદણ-અમદાવાદ

ભરૂચ

ભરૂચ

ખેડબ્રહ્મા

નવસારી

કપડવંજ

ભાવનગર

શેરથા-ભાવનગર

સિંહોર

સુરત

વડોદરા

 

 

 

ઉજ્જૈન-મ.પ્ર.

મોઢેરા

ભુજ-કચ્છ

જાબુઆ-એમ.પી. 

 

 

મોઢેરામાં આવેલ મોઢેશ્વરી માં ના મંદિરનું સરનામું તથા સંપર્ક નંબર

સંસ્થાનું નામ - શ્રી મોઢેશ્વરી દેવસ્થાન સંસ્થા

સરનામું - મોઢેરા, તા.બેચરાજી, જિ.મહેસાણા, ગુજરાત, પીન કોડ નં.૩૮૪૨૧૨

સંપર્ક નંબર - ૦૨૭૩૪-૨૮૪૩૨૭, ૦૨૭૩૪-૩૧૪૫૫૨, ૦૨૭૩૪-૨૯૪૦૪૯

 

શ્રી મોઢેશ્વરી માતાજીનું મંદિર - ગામ-તેરા, તા-અબડાસા, જિ-કચ્છ

              ગુજરાત રાજયના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના તેરા ગામમાં મોઢેશ્વરી માઁ નું મંદિર આવેલું છે. તેરા ગામ ભુજથી આશરે ૮૫ કિ.મી. દૂર આવેલ છે. ઇસુની ૧૬ મી સદીમાં શ્રી કલ્યાણજી ભટ્ટ ભુજથી તેરા આવેલા ત્યારે તેઓ મોઢેશ્વરી માતાજીને તેમની સાથે લઇ આવેલ અને તેમના તેરા ગામમાં હરિલાલ સુંદરજી ત્રિપાઠી (હાલે-ખોંભડીવાળા) ના નિવાસસ્થાને માતાજીની સ્થાપ્ના કરેલી. અહીં મોઢ બ્રાહ્મણોના હરિયાણી ભટ્ટ તથા કંકાણી ભટ્ટના સતીમાઁ પણ છે. ત્યાર બાદ નલિયા નિવાસી શ્રી રમેશભાઇ પ્રાણશંકર ત્રિપાઠી એ તેરા ગામે જયાં માતાજીનું મંદિર આવેલ છે તે મકાન તથા આસપાસની જમીનના માલિકોનો સંપકૅ કરી તે જગ્યાએ માતાજીનું મંદિર બનાવવાની ઇચ્છા વ્યકત કરી. જેથી આ જમીનના માલિકો (૧) ગં.સ્વ.શાંતાબેન હરિલાલ સુંદરજી ત્રિપાઠી (હાલે-ખોંભડીવાળા) (૨) શ્રી ઇશ્વરલાલ જટાશંકર જોષી (હાલે-માંડવીવાળા) (૩) ભવાનીશંકર કુંવરજી ત્રિપાઠી આ તમામ પરિવારોના વારસદારોએ પોતાની જમીન મોઢેશ્વરી માતાજીનું મંદિર બનાવવા માટે દાનમાં આપી દીધી. બાદ આ મંદિરના નિર્માણની કાયૅવાહી શરુ થઇ. આ મંદિરની પાયાવિધિ-ભૂમિપુજન તા. ૧૧/૧૦/૧૯૯૭ ના રોજ નલિયા નિવાસી શ્રી રમેશભાઇ પ્રાણશંકર ત્રિપાઠી ના હસ્તે કરવામાં આવ્યું હતું અને મંદિરનું સંપૂણૅ કાયૅ તા. ૨૯//૧૯૯૯ ના શુક્રવારે સવંત ૨૦૫૫ ના મહાસુદ-૧૩ ના દિને સંપન્ન થયેલ હતું. તે દિવસથી દર વર્ષે મહા સુદ-૧૩ ના દિને અહીં તેરા ગામમાં મોઢેશ્વરી માઁ નો પાટોત્સવ ઉજવાય છે.

 

 

શ્રી મોઢેશ્વરી માતાજીનું મંદિર - સોલા - અમદાવાદ

              ભાગવત વિદ્યાપીઠ સોલા, અમદાવાદ ખાતેશ્રી બારાબાવન મોઢ બ્રાહ્મણ વિદ્યોત્તેજક ટ્રસ્ટ મંડળ, ગાંધીનગર દ્વારા છાત્રાલયનું બાંધકામ પૂર્ણતાના આરે હતું. ત્યારે વડોદરા નિવાસી ગં.સ્વ.કમળાબેન ભાનુપ્રસાદ ત્રિવેદી અમેરિકાથી પોતાના વતનમાં આવ્યા. તેમણે છાત્રાલયની મુલાકાત લીધી અને તેમણે અહીં મોઢેશ્વરી માતાજીનું મંદિર બનાવવાની ઈચ્છા પ્રગટ કરી. તેથી શ્રી કાંતિભાઈ એમ. જાની એ મહેન્દ્રભાઈ તલાટીનો સંપર્ક કરી સો વાર જમીન મેળવી. ત્યાં શ્રી મોઢેશ્વરી માતાજી તથા શ્રી શશમ્બિકા માતાજીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. તા.૧૩//૧૯૯૬ ના મંદિરોના નિર્માણનું ભૂમિપુજન શ્રી અશ્વિનભાઈ ત્રિવેદીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ મંદિરના નિર્માણ કાર્યમાં શ્રી અશ્વિનભાઈ પંડયા (મુંબઈ), શ્રી ચંદ્રકાંતભાઈ જાની (અલ્લુવા), શ્રી દિપકભાઈ વિનોદચંદ્ર, શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી, શ્રી છોટુભાઈ જોઈતારામ ત્રિવેદી, શ્રી ચંદ્રકાંતભાઈ મૂળશંકર જાની (ત્રિયોડ), તેમજ આ ટ્રસ્ટના પ્રતિનિધિઓ શ્રી ભાનુભાઈ જાની, શ્રી અમૃતલાલ દેવશંકર ત્રિવેદી, શ્રી રજનીકાંતભાઈ પંડયા, શ્રી સુભાષભાઈ ત્રિવેદી, શ્રી જયંતિલાલ ભીખાલાલ ત્રિવેદી, શ્રી સૂર્યકાંતભાઈ કે. જાની, શ્રી નરેશકુમાર ગૌરીશંકર ત્રિવેદી તથા શ્રી નર્મદાશંકર પંડયા અને ડો.શ્રી બી.એલ.ત્રિવેદી વિગેરેનાઓએ મંદિરના નિર્માણ કાર્યમાં રસ લીધો હતો. આ મંદિરમાં એક ગર્ભગૃહ, કોખી મંડપ, નૃત્ય મંડપનું નિર્માણ કરવામાં આવ્યું. આ મંદિરનં કાર્ય પૂર્ણ થતા તા. ૩૧/૧૦/૧૯૯૯ ના સવંત ર૦પપ આસો સુદ આઠમના રવિવારે શ્રી માતંગી માતાજીની સ્થાપ્ના કરવામાં આવી.

 

 

શ્રી મોઢેશ્વરી માતાજીનું મંદિર - વડોદરા

                                ગુજરાતમાં વડોદરા શહેરમાં ગોત્રી ગાયત્રીનગર વિસ્તારમાં શ્રી મોઢેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે.

                   સૌપ્રથમ આ જગ્યા ખાડા તથા બાવળિયાવાળી હતી. તેને સમથળ કરી ત્યાં દેરી બનાવી તેમાં શ્રી માતંગી માતાજીની છબી જ પધરાવવામાં આવેલ. થોડા વર્ષો બાદ ત્યાં શિખરવાળું મંદિર બનાવવામાં આવ્યું અને તેના પરિસરમાં અન્ય બાંધકામ પણ કરવામાં આવ્યું. મંદિર માટે સને-ર૦૦૧ માં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. આ મંદિરની સ્થાપ્ના કરવા માટે નોકરીમાંથી નવ વર્ષ પહેલા નિવૃતિ લેનાર શ્રી રમેશભાઈ બી. શાહ (જેમની બંને કિડની બગડી ગયેલ હોવા છતાં હિંમત ન હારનાર) તથા તેમના પત્ની શ્રીમતિ કોકિલાબેન તથા મિત્રો વિગેરેનો ફાળો મહત્વનો છે. આ મંદિરમાં શ્રી મોઢેશ્વરી માતાજી તથા શ્રી કાલિકા માતાજી તથા શ્રી અંબા માતાજી પણ બિરાજમાન હોઈ તેને ત્રિમૂર્તિધામ તરીકે પણ ઓળખાય છે. તેમજ આ મંદિરમાં શંકર ભગવાનને પણ બિરાજવામાં આવેલ છે. આ મંદિરમાં નવચંડી યજ્ઞો, લઘુરૂદ્ર, અભિષેક, મહાસુદ આઠમના નવચંડી, દેવ દિવાળીના દિવસે અન્નકુટ વિગેરે તહેવારો ઉજવવામાં આવે છે. તેમજ દર પુનમના દિવસે સત્યનારાયણની કથા પણ કરવામાં આવે છે.

 

 

શ્રી મિથેશ્વરી (મોઢેશ્વરી) માતાજીનું મંદિર - ભુજ - કચ્છ

              મોઢ વણિકો મોઢેરાથી નીકળ્યા ત્યારે બે ભાઈઓ રાણ તથા ભાણ મોઢેશ્વરી માતાજીના સ્વરૂપ મિથેશ્વરી માતાજી જે નાળિયેર સ્વરૂપે હતા તેમને પોતાની સાથે કાલાવાડ થી અંજાર-કચ્છ મુકામે આવ્યા. ત્યાંથી ભોમજી ભગવાનજી ભુજ લાવ્યા હતા. તેમની જ્ઞાતિના નિયમ પ્રમાણે સૌથી નાના ભાઈ પાસે માતાજી રહેતા હોઈ ભોમજીભાઈના નાના દિકરા ચાંપશીભાઈ ના ઘરે માંડલિયા શેરી, ભુજ મુકામે હતા. ત્યાર બાદ મુળજીભાઈના ઘરે, ત્યાર બાદ ભગવાનલાલ ના ઘરે, ત્યાર બાદ રસિકલાલ ના ઘરે માતાજી રખાતા હતા. ત્યાર બાદ વસંતબેન ભગવાનલાલ મહેતા અને ચંદુબેન સુંદરલાલ મહેતા ઓએ માંડલિયા શેરીમાં પોતાના ઘરની પાસે એક નાનો રૂમ માતાજીના મંદિર માટે અર્પણ કર્યો હતો. સને-ર૦૦૧ માં આવેલ વિનાશક ભૂકંપમાં આ મંદિર ધ્વંશ થઈ ગયેલ હતું. ત્યાર બાદ માંડલિયા જ્ઞાતિના ગાંધીધામ-કચ્છ નિવાસી શ્રી હરેશભાઈ રતિલાલ મહેતા એ માતાજીના મંદિર માટે જમીન તથા મંદિરના બાંધકામ માટે ફંડ આપતા માતાજીનું નવું મંદિર માંડલિયા શેરી, ભુજ મધ્યે જ  બનાવવામાં આવ્યું. તે મંદિરમાં તા.ર૬-૮-૦૬ ના ભાદરવા સુદ ત્રીજના ભવ્ય શોભાયાત્રા કાઢી વિધિવત આ મંદિરમાં માતાજીની સ્થાપ્ના કરવામાં આવી. આ મંદિરનું નામ શ્રી ભુજ માંડલિયા જ્ઞાતિ રાણભાણ પરિવારના કુળદેવી માતાજીનું સ્થાનક આપવામાં આવ્યું. આ મંદિરમાં દર વર્ષે વિજયાદશમી તથા કાળીચૌદસના દિને માતાજીના નિવેદ થાય છે. જેમાં ઘઉંના ફાડાની લાપસી, કાચી ખીચડી, ખીર તથા તલ-ગોળ બનાવવામાં આવે છે. માતાજીના નિવેદ વખતે ફકત સ્ત્રી જ માતાજીને સ્પર્શ કરી શકે અને માતાજીના નિવેદની પ્રસાદી કરે છે.

 

 

શ્રી મોઢેશ્વરી માતાજીનું મંદિર - કપડવંજ

                   ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના કપડવંજ ગામમાં શ્રી મોઢેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. આશરે સો વર્ષ પહેલા કપડવંજમાં આવેલ બત્રીસ કોઠાની વાવમાંથી માતાજીની મૂર્તિ મળી આવેલ. જે આ બ્રાહ્મણોની કુળદેવી મોઢેશ્વરી માતાજી કહેવાયા. સૌપ્રથમ તે સમયના પ્રમુખ સ્વ.શ્રી સરરાવબહાદુર વલ્લભરામ ત્રિવેદી ના વરદ હસ્તે કપડવંજમાં પીપળાના ઝાડ નીચે સ્થાપ્ના કરવામાં આવી. ત્યાર બાદ સમય જતા છાપરા વડે ચાર દિવાલ તથા છત બનાવવામાં આવ્યા. તે સમયે માતાજી ઉત્તરાભિમુખ હતા. પરંતુ સને-૧૯૫૭૫૮ માં પૂ.શ્રી ધર્માધિકારી અનુપમ સદાશીવરામ શાસ્ત્રી, શારદાપીઠ ની સુચના અને માર્ગદર્શન અનુસાર શાસ્ત્રોક્ત વિધિથી માતાજીને પૂર્વાભિમુખ સ્થાપિત કરવામાં આવ્યા. ત્યાર બાદ માતાજીનું વ્યવસ્થિત મંદિર બનાવવા માટે શ્રી સુરેશભાઈ ચંદુલાલ ત્રિવેદી તથા તેમના મોટા ભાઈ ઠાકોરભાઈ એ રૂ.૨૫,૧૧૧/ નો ફાળો આપી શરૂઆત કરી. બાદમાં નરેન્દ્રભાઈ, ઈન્દુભાઈ ત્રિવેદી, યોગેશભાઈ, મનીષભાઈ, ભદ્રેશભાઈ, અમરીશભાઈ, સંજયભાઈ, અમીતભાઈ, જશુભાઈ સોની વિગેરેએ આ કામ ઉપાડી લીધું અને તા.૨૪//૧૯૯૮ ના રોજ આ જુનું મંદિર નવું બનાવવાની શરૂઆત થઈ અને એક વર્ષમાં જ આ કાર્ય પૂર્ણ કર્યું અને તા.૩//૧૯૯૯ ના રોજ જીણોદ્ધારનો ત્રણ દિવસીય કાર્યક્રમની પણ ઉજવણી કરવામાં આવી. જેમાં પુજાવિધિ શ્રી નિરંજનભાઈ ત્રિવેદી એ કરી. આ મંદિરમાં દર વર્ષે માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ મંદિરના ટ્રસ્ટ તરીકે શ્રી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ પંચ, રાવબહાદુર વલ્લભરામ ત્રિવેદી રોડ, પટેલવાડા સામે, કપડવંજ છે.

 

 

 

શ્રી મોઢેશ્વરી માતાજીનું મંદિર - જાબુઆ-મ.પ્ર.

   માતંગી માતાજીનું મંદિર જાબુઆ-મધ્યપ્રદેશ રાજયમાં આવેલ છે. જે મંદીર ઇન્દૌરથી ૧૫૦ કિ.મી. તથા દાહોદથી ૭૫ કિ.મી. દુર આવેલ છે. જાબુઆની આસપાસ રાનાપુર, થાંદલા, જોબટ, મેઘનગર વિગેરે ગામો આવેલા છે. મેઘનગરથી માતાજીનું મંદિર ૧૫ કિ.મી. દૂર છે. મેઘનગરમાં રેલ્વે સ્ટેશનની સુવિધા છે. રેલ્વે માર્ગથી મંદિર આવતા લોકો મેઘનગરથી બસ, જીપ મારફતે મંદિર સુધી જઇ શકે છે. આ મંદિર અમદાવાદ-ઇન્દૌર હાઇવે ઉપર આવેલ જાબુઆ શહેરની મધ્યમાં આવેલ છે. આ મંદિરનું નિર્માણ ફેબ્રુઆરી-૨૦૧૧ માં થયેલ અને ત્યાર બાદ માતંગી માતાજીની મૂર્તિની સ્થાપ્ના માતાજીના પાટોત્સવ સાથે ધામધૂમથી કરવામાં આવેલ.