(૧) |
મહા સુદ ૧૩ ના શ્રી
મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ ઉજવાય છે. આશરે
૬૧
વર્ષ થી પાટણથી મહા સુદ ૧ર ના શ્રી દશા વણિક મોઢ જ્ઞાતિ તથા શ્રી વિસા વણિક મોઢ
જ્ઞાતિ એમ બે સંઘો આવે છે. આ દિવસે માતંગી માઁ ની કેસર સ્નાનથી પુજા-અર્ચના,
હોમાત્યક નવચંડી તથા રાસ-ગરબા થાય છે. |
(ર)
|
મહા વદ ૧૪ ના
શ્રી ધર્મેશ્વર મહાદેવના મંદિરમાં લઘુરુદ્ર તથા ત્રણ પહોરની પુજા થાય છે.
|
(૩)
|
ફાગણ માસ
પ્રથમ શનિ-રવિ ના શ્રી બારા-બાવન મોઢ ચાતુર્વેદી બ્રાહ્મણ માઈ મંડળ આશરે ૧ર૦૦
વ્યક્તિઓનો સંઘ મોઢેરા આવે છે. તેઓ છેલ્લા ૩પ વર્ષથી આ દિવસે આવે છે. માઁ ના
સાનિધ્યમાં હોમાત્યક નવચંડી થાય છે. તેમજ શ્રી માતંગી માઁ તથા શ્રી ભટ્ટારિકા
માઁ ના મંદિરો ઉપર ધજાઓ ચઢાવવામાં આવે છે. શિવ મંદિરમાં અખંડ ઓમ નમઃ શિવાય ની
ધુન બોલાય છે. રાત્રે માઁ ના ગરબા ગવાય છે. તેમજ સમૂહ લગ્નો, સમૂહ યજ્ઞોપવિત,
સમૂહ ભોજન પણ થાય છે. |
(૪)
|
ફાગણ સુદ ૧૪,
૧પ અને ફાગણ વદ ૧ ના નડિયાદથી મોઢ બ્રાહ્મણ તથા મોઢ વણિક એમ બે સંઘ ત્રણ દિવસ
માટે આવે છે. તેઓ આશરે પપ વર્ષથી અહીં આવે છે. હોળીના પવિત્ર દિવસે માતાજીનો
નવચંડી યજ્ઞ તથા રાત્રે માતાજીના ગરબા થાય છે. ધુણેટીના દિવસે સવારે અબીલ-ગુલાલ
તથા રંગથી ઉત્સવ ઊજવાય છે. ત્યાર બાદ સ્નાન કરીને સાંજના મોઢેશ્વરી માતાજીની
પાલખી મોઢેરા ગામમાં ફરી સૂર્યમંદિરે જાય છે અને રાત્રે આઠ વાગ્યે મંદિરે પાછી
આવે છે. ત્રીજા દિવસે માતાજીની પૂજનવિધિ કરી વિદાય લે છે. |
(પ)
|
ચૈત્રી
નવરાત્રિ પણ ધામધૂમથી ઉજવાય છે. |
(૬)
|
ચૈત્રી આઠમના
માતંગી દેવસ્થાન સંસ્થા તરફથી માતાજીનો નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. |
(૭)
|
ચૈત્ર
નોમ-રામનવમી ના દિને શ્રી ધર્મેશ્વર મહાદેવમાં જમણા હાથે શ્રી રામજી મંદિર
આવેલું છે. તેમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. |
(૮)
|
અષાઢ સુદ ૧૪-
૧પ આ બંને દિવસ દરમ્યાન પાટણથી પગપાળા સંઘ આવે છે. |
(૯)
|
શ્રાવણ વદી
અમાસ ના દિને શ્રી ધર્મેશ્વર મહાદેવની મહાપુજા થાય છે. |
(૧૦)
|
આસો માસ
નવરાત્રિના નવ દિવસ મંદિરમાં ભક્તોની ખૂબ ભીડ જોવા મળે છે. |
(૧૧)
|
આસો સુદ ૮ ના
માતંગી દેવસ્થાન સંસ્થા તરફથી માતાજીનો નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. |
(૧ર)
|
દર માસની
પૂનમે અમદાવાદ, મુંબઈ, વડોદરા, નડિયાદ તથા સૌરાષ્ટ્ર વિગેરે સ્થળોથી ભક્તજનો
આવે છે. |