![]() |
મોઢ-સમાજ.કોમ મોઢ-સમાજ.કોમ |
![]() |
|| ઘર || મોઢેશ્વરી માં નું પ્રાગટય || મોઢેરાનો ઇતિહાસ || મોઢની ઉત્પત્તિ || મોઢેશ્વરી માં ના મંદિરો || મોઢ-બ્રાહ્મણ || મોઢ-વણિક || મોઢ-માંડલિયા || મોઢ-મોદી || મોઢ-પટેલ || જયેષ્ઠીમલ્લ || સંપર્ક || |
મોઢની ઉત્પત્તિ |
આ ધર્મારણ્ય વેદસંસ્કૃતિનું કેન્દ્ર
બને તે માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ વેદનું
ધ્યાન ધરીને વેદ જાણનારા બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા. દરેકે છ-છ હજાર
બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા. તેમના નિવાસ સ્થાન માટે ત્રણે દેવોએ વિશ્વકર્મા
પાસે નગરગૃહો, કિલ્લાઓ, તિર્થ
વિગેરે નિર્માણ કરાવ્યા. બ્રાહ્મણોના ગૌત્રો તથા ગૌત્રદેવીઓ ઉત્પન્ન કરી.
પુરાણકારના કહેવા પ્રમાણે છ હજાર વિષ્ણુ ભગવાને ઉત્પન્ન કર્યા તે સાત્વિક
પ્રકૃતિવાળા, છ હજાર બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા તે
રાજસુ પ્રકૃતિવાળા અને છ હજાર શંકર ભગવાને ઉત્પન્ન કર્યા તે તામસી
પ્રકૃતિવાળા થયા.બ્રાહ્મણો વધુને વધુ તપ, યજ્ઞમાં
ધ્યાન આપી શકે તે માટે ઘરકામમાં મદદરૂપ થવા બ્રહ્માજીએ કામધેનુ ગાયને
સેવાકાર્યમાં કુશળ અને ધાર્મિક વૃત્તિવાળા છત્રીસ હજાર સેવકો ઉત્પન્ન કરવાની
આજ્ઞા આપતા કામધેનુએ પોતાના આગલા પગની ખરી વડે પૃથ્વીના પડને ખોદ્યું એટલે
છત્રીસ હજાર વણિકો ઉત્પન્ન થયા. આમ તેઓ કામધેનુ ગાયની ખરીના અગ્ર ભાગથી
ઉત્પન્ન થયેલા તે વણિકો ગોભુજા (ગોભવા) કહેવાયા. તેઓ મોઢેરાની બાજુમાં વસ્યા,
તે ગાભુ ગામ તરીકે ઓળખાયું. મોઢ વણિકોમાં અડાલજા, માંડલિયા, મધુકરા, મોઢમોદી,
તેલી મોદી, ચાંપાનેરી મોદી, પ્રેમા મોઢ એવા પ્રકારો છે. મોઢ વણિકોમાંથી જેમને
બ્રાહ્મણોના દક્ષિણ હસ્તે વસાવ્યા તે દશા અને વામ હસ્તે વસાવ્યા તે વીસા મોઢ
કહેવાયા. તેમજ ખેતી કરનારા મોઢ પટેલ તરીકે ઓળખાયા.
|