જય મોઢેશ્વરી માઁ.....જય મોઢેશ્વરી માઁ.....જય મોઢેશ્વરી માઁ.....
મોઢ-સમાજ.કોમ
મોઢ-સમાજ.કોમ

|| ઘર || મોઢેશ્વરી માં નું પ્રાગટય || મોઢેરાનો ઇતિહાસ || મોઢની ઉત્પત્તિ || મોઢેશ્વરી માં ના મંદિરો || મોઢ-બ્રાહ્મણ || મોઢ-વણિક || મોઢ-માંડલિયા || મોઢ-મોદી || મોઢ-પટેલ || જયેષ્ઠીમલ્લ || સંપર્ક ||

 
મોઢ-વણિક

 

 
 

          બ્રાહ્મણો વધુને વધુ તપ, યજ્ઞમાં ધ્યાન આપી શકે તે માટે ઘરકામમાં મદદરૂપ થવા બ્રહ્માજીએ કામધેનુ ગાયને સેવાકાર્યમાં કુશળ અને ધાર્મિક વૃત્તિવાળા છત્રીસ હજાર સેવકો ઉત્પન્ન કરવાની આજ્ઞા આપતા કામધેનુએ પોતાના આગલા પગની ખરી વડે પૃથ્વીના પડને ખોદ્યું એટલે છત્રીસ હજાર વણિકો ઉત્પન્ન થયા. આમ તેઓ કામધેનુ ગાયની ખરીના અગ્ર ભાગથી ઉત્પન્ન થયેલા તે વણિકો ગોભુજા (ગોભવા) કહેવાયા. તેઓ મોઢેરાની બાજુમાં વસ્યા, તે ગાભુ ગામ તરીકે ઓળખાયું. મોઢ વણિકોમાં અડાલજા, માંડલિયા, મધુકરા, મોઢમોદી, તેલી મોદી, ચાંપાનેરી મોદી, પ્રેમા મોઢ એવા પ્રકારો છે. મોઢ વણિકોમાંથી જેમને બ્રાહ્મણોના દક્ષિણ હસ્તે વસાવ્યા તે દશા અને વામ હસ્તે વસાવ્યા તે વીસા મોઢ કહેવાયા. દશા વણિકો શારીરિક સેવાનું કાર્ય હાથ ધર્યું અને વીસા વણિકોએ આર્થિક સેવા સંભાળી. તેમજ શ્રી રામચંદ્ર ભગવાને જયારે ધર્મારણ્યનો જીણોદ્ધાર કર્યો ત્યારે તેમણે મોઢ વણિકોને એક ખડગ અને બે ચમ્મરોની ભેટ આપી. તે દિવસથી મોઢ વણિકોમાં વરરાજા પરણવા જાય ત્યારે પોતાની પાસે તલવાર રાખે છે અને બે ચમ્મરો ઉડાડવામાં આવે છે.

          અલાઉદીન ખિલજીએ મોઢેરા ઉપર આક્રમણ કર્યુ જીત મેળવી અને મોઢેરાને લુંટી તેને ધ્વસ્ત કર્યું. તેથી તેમાં વસતી પ્રજા જુદીજુદી જગ્યાઓમાં સ્થળાંતર કરી ગઈ. આ પૈકી મોઢ વણિકો પણ વેરવિખેર થઈ ગયા. તેમાંથી જે અડાલજ ગયા તે અડાલજા કહેવાયા, માંડલ ગયા તે માંડલિયા કહેવાયા. અન્ય જ્ઞાતિની જેમ આ જ્ઞાતિમાં પણ દશા અને વિશા એવા બે ભાગ છે. એ માટે એવું કહેવાય છે કે, કામધેનુના દક્ષિણ હસ્ત તરફના દશા મોઢ વણિક અને વામ હસ્ત તરફના વિશા મોઢ વણિક કહેવાયા. આમ મોઢ વણિકોમાં જે ભાગ થયા તેમાં દશા, વિશા, ગોભવા, અડાલજા અને માંડલિયા એ બધા મૂળ તો ગૌભુજા વણિકો જ છે.

          મોઢ વણિકો વલ્લભાચાર્ય મહાપ્રભુજી સ્થાપિત વૈષ્ણવ સંપ્રદાયના ઉપાસકો છે. પુષ્ટિમાર્ગના વિચારોને અનુસરતા આ જ્ઞાતિના લોકો શ્રીકૃષ્ણ ભગવાનના બાલ સ્વરૂપ લાલાજી ઠાકોરજીની સેવા પુજા કરે છે. શ્રી રામચંદ્રજી ભગવાનને જ્ઞાતિ ઈષ્ટદેવ તરીકે પુજે છે. શ્રી રામચંદ્રજી ભગવાનને જ્ઞાતિ ઈષ્ટદેવ તરીકે પુજે છે અને પોતાના ઈષ્ટદેવના ઈષ્ટદેવ તરીકે મહાદેવને માને છે.

ઉપર

 

 
મોઢ-વણિકની સમાજવાડીઓ
 
ગામ-શહેર
સમાજવાડીનું સરનામું
ભુજ-કચ્છ
શ્રી મોઢ વણિક સમાજવાડી, પબુરાઈ ફળિયા, માઁ આશાપુરા રીંગ રોડ, ભુજ-કચ્છ
ગાંધીધામ-કચ્છ
 
-

રાજકોટ

શ્રી મોઢ વણિક મિત્ર મંડળ - રાજકોટ

રાજકોટ

મોઢ વણિક સમાજ, શ્રી મોઢ વણિક વિદ્યાર્થી ભવન બિલ્ડીંગ, પ, રજપુત પરા, પહેલે માળે, રાજકોટ

સુરેન્દ્રનગર

શ્રી દશા અડાલજા ગોભવા મોઢ વણિક જ્ઞાતિ, સુતાર ગલી, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટની પાછળ, સુરેન્દ્રનગર

 
વડોદરા
અટલાદરા, સ્વામિનારાયણ મંદિર સામે, બીજા રેલ્વે ક્રોસીંગ પાસે, શિવમ્ સોસાયટી, સાંડેસરા ઈન્સ્ટીટયુટ પાસે, વડોદરા
ઓફિસ - ૭, જીવનજ્યોત સોસાયટી, ઈન્દ્ર કોમ્પ્લેક્ષ સામે, લાલબાગ-મકરપુરા રોડ, વડોદરા- ૩૯૦૦૦૪
ફોન નં.(ઘર) ૦૨૬૫૨૬૪૧૧૪૨  (ઓ) ૦૨૬૫૨૬૪૨૨૦૭
નવસારી
શ્રી લાડ મોઢ વણિક પંચની વાડી, હવેલી મહોલ્લો, નવસારી
ભાવનગર
ફેડરેશન મોઢ વણિક સમાજ (શ્રી મોઢ વણિકનું આંતરરાષ્ટ્રીય સંગઠન)
C/o. બિપીનભાઈ એન. પરીખ
પંક્તિ ટ્રેડર્સ, ૧૧૦-એ, સીટી સેન્ટર, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રની સામે, કાળાનાળા, ભાવનગર-૩૬૪૦૦૧ 
ફોન નં. ૦૨૭૮૩૦૦૪૭૪૦  મો.નં.૯૩૭૬૧૧૮૭૦૭
E-mail : modhvanikfedration@yahoo.co.in
ભાવનગર
શ્રી માતંગી એજયુકેશન અને આરોગ્યધામ ટ્રસ્ટ
C/o. નટુભાઈ વોરા
ઉંડી વખાર, પહેલે માળે, ભાવનગર- ૩૬૪૦૦૧ ફોન નં.(૦૨૭૮૨૨૦૯૫૦૦) મો.નં.૯૮૨૪૨૪૯૮૯૮
અમદાવાદ
શ્રી સૌરાષ્ટ્ર દશા મોઢ વણિક જ્ઞાતિ મંડળ, અમદાવાદ
મધુર કોમ્યુનિટી હોલ, શિવાલીક બંગલોઝની બાજુમાં, સચીન-સંજય ટાવર, સો ફૂટ રોડ, આનંદનગર ચાર રસ્તા, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૫૧ ફોન નં.૦૭૯૨૬૯૩૦૪૫૩
 
ઉપર