બ્રાહ્મણો વધુને વધુ તપ,
યજ્ઞમાં ધ્યાન આપી શકે તે માટે ઘરકામમાં મદદરૂપ થવા બ્રહ્માજીએ કામધેનુ ગાયને
સેવાકાર્યમાં કુશળ અને ધાર્મિક વૃત્તિવાળા છત્રીસ હજાર સેવકો ઉત્પન્ન કરવાની
આજ્ઞા આપતા કામધેનુએ પોતાના આગલા પગની ખરી વડે પૃથ્વીના પડને ખોદ્યું એટલે
છત્રીસ હજાર વણિકો ઉત્પન્ન થયા.
આમ તેઓ કામધેનુ ગાયની ખરીના અગ્ર ભાગથી ઉત્પન્ન થયેલા તે વણિકો ગોભુજા (ગોભવા)
કહેવાયા. તેઓ મોઢેરાની બાજુમાં વસ્યા, તે ગાભુ ગામ તરીકે ઓળખાયું. મોઢ વણિકોમાં
અડાલજા, માંડલિયા, મધુકરા, મોઢમોદી, તેલી મોદી, ચાંપાનેરી મોદી, પ્રેમા મોઢ એવા
પ્રકારો છે. |