જય મોઢેશ્વરી માઁ.....જય મોઢેશ્વરી માઁ.....જય મોઢેશ્વરી માઁ.....
મોઢ-સમાજ.કોમ
મોઢ-સમાજ.કોમ

|| ઘર || મોઢેશ્વરી માં નું પ્રાગટય || મોઢેરાનો ઇતિહાસ || મોઢની ઉત્પત્તિ || મોઢેશ્વરી માં ના મંદિરો || મોઢ-બ્રાહ્મણ || મોઢ-વણિક || મોઢ-માંડલિયા || મોઢ-મોદી || મોઢ-પટેલ || જયેષ્ઠીમલ્લ || સંપર્ક ||

 

 
મોઢ-માંડલિયા

 

 

                        બ્રાહ્મણો વધુને વધુ તપ, યજ્ઞમાં ધ્યાન આપી શકે તે માટે ઘરકામમાં મદદરૂપ થવા બ્રહ્માજીએ કામધેનુ ગાયને સેવાકાર્યમાં કુશળ અને ધાર્મિક વૃત્તિવાળા છત્રીસ હજાર સેવકો ઉત્પન્ન કરવાની આજ્ઞા આપતા કામધેનુએ પોતાના આગલા પગની ખરી વડે પૃથ્વીના પડને ખોદ્યું એટલે છત્રીસ હજાર વણિકો ઉત્પન્ન થયા. ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામ, સીતાજી તથા બંધુઓ સાથે રાવણનો નાશ કરી બ્રહ્મરાક્ષસ માર્યા બદલનું પ્રાયશ્ચિત કરવા માટે ધર્મારણ્યમાં તીર્થમાં પધાર્યા. શ્રી રામએ જોયું કે ધર્મારણ્યની જાહોજલાલી ઝાંખી પડી છે. તપસ્વી બ્રાહ્મણો તીર્થ છોડીને દૂર ચાલ્યા ગયા હતા અને વેદધ્વનિ ગાજતો મંદ પડયો હતો. એક દિવસ તેમણે કરુણ સ્વરે રુદન કરતી સ્ત્રીનો અવાજ સાંભળ્યો. તેમણે દૂતોને તપાસ કરવા માટે મોકલ્યા, પણ તે સ્ત્રીએ પોતાનું દુઃખ રામચંદ્ર સિવાય બીજા કોઈને કહેવાની ના પાડી એટલે શ્રીરામચંદ્ર પોતે તેની પાસે ગયા. તે સ્ત્રીને આશ્વાસન આપી પુછતા તે સ્ત્રીએ કહ્યુ, હું આ ધર્મારણ્યક્ષેત્રની અધિષ્ઠાત્રી દેવી ભટ્ટારિકા છું. આપ અહીં પધાર્યા તે સારું કર્યું. તમારા અહીં પગલા થયા છતા મારું આ નગર છિન્નભિન્ન અને સૂનું રહેશે તો તેનો દોષ આપને લાગશે. હે પ્રભુ, બાર વર્ષથી આ પવિત્રક્ષેત્ર બ્રાહ્મણો વગર સૂનું પડયું છે. મારી જે વાવમાં લોકો સ્નાન, દાન અને જપ કરતા હતા ત્યાં આજે ડુક્કરો પડી રહે છે. માટે હે મહારાજ, આપ આ નગરને ફરી વસાવો અને તેનો પુનરુદ્ધાર કરો. ધર્મારણ્યની અધિષ્ઠાત્રી દેવી ભટ્ટારિકાની આ વિનંતી શ્રી રામચંદ્રજીએ સ્વીકારી અને તેમણે ધર્મારણ્યનો પુનરુદ્ધાર કરવા સંકલ્પ કર્યો. તેમણે વેરવિખેર થયેલા બ્રાહ્મણોને પાછા બોલાવ્યા. હનુમાનજી વેરવિખેર થયેલ વૈશ્યોને તેડી લાવ્યા. માંડલ ગામના સવા લાખ વણિકો પણ રામચંદ્રજીની આજ્ઞાથી મોઢેરા આવી વસ્યા. તેઓ માંડલિયા કહેવાયા.

ઉપર

 

 

 

મોઢ માંડલિયા કચ્છમાં

                          મોઢ વણિક જ્ઞાતિનું કચ્છમાં આગમન થયા પછી તેના બે ફિરક્કા અસ્તિત્વમાં આવ્યા. માંડલથી આવ્યા તે મોઢ માંડલિયા કહેવાયા. મોઢ ગોભવા, અડાલજા એ પોતાની ઓળખ કચ્છમાં પણ મોઢ વણિક તરીકે કાયમ રાખી. વાસ્તવમાં તે બંને જ્ઞાતિ એક જ છે. પણ માત્ર કચ્છમાં જ તે પોતાની અલગ ઓળખ ધરાવે છે. મોઢ માંડલિયા સૌપ્રથમ કચ્છમાં સત્તરમી સદીના પ્રારંભના કાળમાં શ્રીસોમજી મહેતા પોરબંદરથી કચ્છ આવ્યા. ત્યાર બાદ જામનગરથી રાણભાણ પરિવારો પણ કચ્છ આવ્યા. કચ્છમાં આવ્યા બાદ તેઓ કચ્છી દશા મોઢ માંડલિયા વણિકો તરીકે ઓળખાયા. કચ્છમાં માંડલિયા મોઢ વણિક જ્ઞાતિની વસ્તી ૧૧૦૦ - ૧૨૦૦ કહી શકાય. કચ્છ-ભુજમાં સ્થિર થયેલ માંડલિયા પરિવારનાઓએ કચ્છ રાજ્યની સેવામાં પણ લાગી ગયા હતા. કચ્છના રાજશ્રી દેશળજી (પહેલા) ના શાસન દરમ્યાન ગુજરાતના સુબા શેર બુલંદખાને કચ્છ ઉપર આક્રમણ કરેલ એ સમયે થયેલ યુદ્ધમાં માંડલિયા જ્ઞાતિના સીંગ્જીયાણી પરિવારના સંઘજીભાઈ એ જવામર્દીપૂર્વક યુદ્ધ કરેલ અને સવંત ૧૭૯૩ વૈશાખ સુદ ૮ ના રોજ શહાદતી વહોરી હતી. તેમની પાછળ તેમની પત્ની વેલબાઈ વૈશાખ સુદ ૧૦ ના રોજ સતી થયા હતા. તેની દેરી તથા પાળિયો ભુજમાં સિટી પોલીસ સ્ટેશન સામે આવેલ છે. તેના વંશજો આજે પણ છેડાછેડી છોડવા આ સ્થાનકે જાય છે. દશા મોઢ માંડલિયામાં મહેતા, સીંગ્જીયાણી, મોદી, રાણભાણ, ગાંધી, અઠુ, માંડલિયા વિગેરે અવટંકો છે. આ જ્ઞાતિના ઘણા પરિવારો સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રદ્ધા રાખે છે. આ જ્ઞાતિના ભુજ તથા માંડવીમાં જ્ઞાતિના મંડળો છે. શ્રી ઝવેરીલાલ ગોરધનદાસ મહેતા પરિવારના દાનથી ભુજ મધ્યે જ્ઞાતિની સમાજવાડી બનાવવામાં આવેલ છે.

ઉપર

 

 

 
મોઢ-માંડલિયાની સમાજવાડીઓ
 

ગામ-શહેર

સમાજવાડીનું સરનામું

ભુજ-કચ્છ

ત્રવેણીબેન ગોરધનદાસ મહેતા પરિવાર માંડલિયા જ્ઞાતિની વાડી, જોષી ફળિયું, ભુજ-કચ્છ
માંડવી-કચ્છ
માંડલિયા જ્ઞાતિની વાડી, માંડવી-કચ્છ
 
ઉપર