![]() |
મોઢ-સમાજ.કોમ મોઢ-સમાજ.કોમ |
![]() |
|| ઘર || મોઢેશ્વરી માં નું પ્રાગટય || મોઢેરાનો ઇતિહાસ || મોઢની ઉત્પત્તિ || મોઢેશ્વરી માં ના મંદિરો || મોઢ-બ્રાહ્મણ || મોઢ-વણિક || મોઢ-માંડલિયા || મોઢ-મોદી || મોઢ-પટેલ || જયેષ્ઠીમલ્લ || સંપર્ક || |
મોઢ-બ્રાહ્મણ |
ધર્મારણ્ય વેદસંસ્કૃતિનું કેન્દ્ર બને તે માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ વેદનું ધ્યાન ધરીને વેદ જાણનારા બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા. દરેકે છ-છ હજાર બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા. તેમના નિવાસ સ્થાન માટે ત્રણે દેવોએ વિશ્વકર્મા પાસે નગરગૃહો, કિલ્લાઓ, તિર્થ વિગેરે નિર્માણ કરાવ્યા. બ્રાહ્મણોના ગૌત્રો તથા ગૌત્રદેવીઓ ઉત્પન્ન કરી. પુરાણકારના કહેવા પ્રમાણે છ હજાર વિષ્ણુ ભગવાને ઉત્પન્ન કર્યા તે સાત્વિક પ્રકૃતિવાળા, છ હજાર બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા તે રાજસુ પ્રકૃતિવાળા અને છ હજાર શંકર ભગવાને ઉત્પન્ન કર્યા તે તામસી પ્રકૃતિવાળા થયા. મોઢમાં ચાર ભાગ પડયા. (૧) મોઢ બ્રાહ્મણ (૨) મોઢ વણિક (૩) મોઢ પટેલ (૪) મોઢ મોદી. તેમજ મોઢ બ્રાહ્મણોમાં ચતુર્વેદી, ત્રૈવિધ, ધનુજા, તાંદલજા, અગિયાસણા, જેઠીમલ એમ છ ભાગ પડયા. |
અલ્લાઉદીન ખિલજીએ જયારે ગુજરાત ઉપર વિજય મેળવ્યો. બાદમાં ગુજરાતના મંદિરો તુટવા લાગ્યા અને જયારે મોઢેરા ઉપર આક્રમણ થયું ત્યારે મોઢ બ્રાહ્મણોએ તેમનો ખૂબ જ હિંમ્મતપૂવૅક સામનો કર્યો. પરંતુ મુસ્લીમો તેઓને હરાવી શકયા નહિં. તેથી તેઓએ સુલેહ કરી કે બ્રાહ્મણો જો ૫,૦૦૦ સોના મહોરો આપે તો મુસ્લીમ સૈન્યો પાછા જશે તેવી સુલેહ થઇ અને મોઢેરા ગામના દરવાજા ખુલ્યા. પરંતુ મુસ્લીમોએ દગો કર્યો અને તેમના ઉપર આક્રમણ કર્યું. જેથી મોઢેરા મંદિર લુંટાયું. બ્રાહ્મણોએ માતાજીની મૂર્તિને ખંડિત ન કરે તે માટે બ્રાહ્મણોએ માતાજીની મૂર્તિને ધમૅવાવમાં પધરાવી દીધી અને મોઢ બ્રાહ્મણો અલગ અલગ દિશામાં નીકળી ગયા. તેમાંથી અમુક પરિવારો મોઢેરા થઇ મોરબીના મચ્છુ કાંઠે આવી વસ્યા અને ત્યાર બાદ ત્યાંથી ચૌદમી સદીમાં કચ્છમાં આવ્યા અને ધંધા વ્યવસાય પ્રમાણે કચ્છના જુદાજુદા ગામોમાં જઇ વસ્યા. આમ મચ્છુ કાંઠેથી આવનારા મોઢ બ્રાહ્મણો મચ્છુ કાંઠિયા ચાર્તુવેદી મોઢ બ્રાહ્મણો કહેવાયા. કચ્છ જિલ્લામાં ભુજ અને અંજાર એમ બે શહેરોમાં મોઢ બ્રાહ્મણોની યજ્ઞશાળા (સમાજવાડી) આવેલ છે. હાલમાં કચ્છમાં મોઢ બ્રાહ્મણોની વસ્તી અંદાજે ૧,૫૦૦ જેટલી કહી શકાય. |
મોઢ-બ્રાહ્મણોની સમાજવાડીઓ |
ગામ-શહેર |
સમાજવાડીનું સરનામું |
ભુજ-કચ્છ |
શ્રી મચ્છુ કાઠિયા ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ, પંચહટડી ચોક, આશાપુરા મંદિર રોડ, ભુજ-કચ્છ |
અંજાર-કચ્છ |
શ્રી મચ્છુ કાઠિયા ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ, ખિજડા ફળિયું, શિવાજી રોડ, અંજાર-કચ્છ |
મોરબી |
જ્ઞાતિભવન, ૧૦/૧૧, સાવસર પ્લોટ, મોરબી. ફોન નં. ( ૦૨૮૨૨ - ૨૨૩૫૦૩ ) |
રાજકોટ | ચાતુર્વેદી મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ બોડીંગ, મીલપરા, મેઈનરોડ, રાજકોટ-ર, ફોન નં.(૦૨૮૧-રર૪૦૯૦૯) |
વડોદરા |
ઓફિસ :- ૩પ, નવનાથનગર, એસ.ટી.કોલોની પાછળ, ગોત્રી રોડ, વડોદરા-ર૧. |
જામનગર | મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ ગંગા |
ઉપર |
મોઢ બ્રાહ્મણના ગૌત્ર |
અ.નં. | ગૌત્ર | પ્રવર | અટક | ગૌત્રદેવી |
૧ | ગાગ્યનિસ ગૌત્ર | ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાન, ઔર્વ, જમદગ્નિ | જાની, પાઠક, દવે | શાંતાદેવી |
૨ | ગાંગાનસ ગૌત્ર | વિશ્વામિત્ર, બિલ્વ, કાત્યાયન | - | સુખદાદેવી |
૩ | કૃષ્ણાત્રેય ગૌત્ર | આત્રેય, અર્ચનાનસ, શ્યાવાશ્વ | - | ભટ્ટારિકાદેવી |
૪ | માંડવ્ય ગૌત્ર | ભાર્ગવ, ચ્યવન, શાંત, આપ્નુવાન, જમદગ્નિ | ઉપાધ્યાય, દવે, જોષી, ત્રવાડી | ભટ્ટારિકાકુળદેવી |
૫ | વૈશંપાયન ગૌત્ર | અંગિરા, અંગિરસ, યૌવનાશ્વ | - | લિંબજાદેવી |
૬ | વત્સ ગૌત્ર | ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાસ, વત્સ, પુરોઘસ | યાજ્ઞિક (જાની) | જ્ઞાનજાદેવી |
૭ | કશ્યપ ગૌત્ર | કાશ્યપ, આવત્સાર, નૈધૃવ | ઉપાધ્યાય | ગાત્રાંડાદેવી |
૮ | ધારણસ ગૌત્ર | અગસ્તિ, ધતૃવ્ય, ઈદ્મવાહ | જાની, ઉપાધ્યાય, પાઠક, પંડયા, જોષી, ત્રવાડી, ભટ્ટ | છત્રજાદેવી |
૯ | લૌગાક્ષી ગૌત્ર | કાશ્યપ, આવત્સાર, શાંતસ્તંબ | ત્રવાડી(ત્રિપાઠી), પંડયા, ઉપાધ્યાય | સદાયોગિનીદેવી |
૧૦ | કૌશિક ગૌત્ર | વિશ્ર્વામિત્ર, દેવરાજ, ઉદાલક | ત્રવાડી(ત્રિપાઠી), પાઠક, પંડયા, જોષી | યક્ષિણીદેવી |
૧૧ | ઉપમન્યુ ગૌત્ર | વસિષ્ઠ, ઈન્દ્રપ્રદમ, આભ્રદ્રસુ | વ્યાસ, પંડયા, ત્રિવેદી, દવે, ભટ્ટ | ગાત્રાંડાદેવી |
૧૨ | વાત્સાયન ગૌત્ર | ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાન, ઉર્વ, ભારદ્વાજ | - | ભટ્ટારિકાદેવી |
૧૩ | વત્સસ ગૌત્ર | ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાન, વત્સ, પુરોઘસ | જાની,ઉપાધ્યાય,પાઠક,પંડયા, દવે, જોષી, વ્યાસ, અગ્નિહોત્રી | ભટ્ટારિકાદેવી |
૧૪ | ભારદ્વાજ ગૌત્ર | અંગિરસ, બાર્હસ્પત્ય, ભારદ્વાજ | દિક્ષીત, જાની, ઉપાધ્યાય, પાઠક, ત્રવાડી, ભટ્ટ, શુકલ, મહેતા | ગાત્રાંડાદેવી |
૧૫ | ગાંગેય ગૌત્ર | ગાંગીય, ઔર્વવાન, શંષણી | - | સિંહારોહદેવી |
૧૬ | શૌનક ગૌત્ર | ભારદ્વાજ, ગાર્ત્સમદ, શૌનક | - | દુર્ગાદેવી |
૧૭ | કુનિકસ ગૌત્ર | વિશ્વામિત્ર, દેવરાજ, ઉદાલક | ત્રવાડી(ત્રિપાઠી),રાવલ,શુકલ,ભટ્ટ,મહેતા | તારણાદેવી |
૧૮ | ભાર્ગવ ગૌત્ર | ભાર્ગવ, ચ્યવન, જૈમિની, આપ્નુવાન, મથી | - | ચામુંડાદેવી |
૧૯ | પૈગ્ય ગૌત્ર | અર્ચનાનસ, અત્રિ, શ્યાવાશ્વ | - | - |
૨૦ | અંગિરસ ગૌત્ર | આંગિરા, ઔતિથ્ય, ગૌતમ | - | માતંગીદેવી |
૨૧ | અત્રિ ગૌત્ર | આત્રેય, અર્ચનાનસ, શ્યાવાશ્વ | ઉપાધ્યાય | ચંદ્રિકાદેવી |
૨૨ | અઘમર્ષણ ગૌત્ર | ભારદ્વાજ, અઘમર્ષણ, ગૌતમ | - | દુર્ગાદેવી |
૨૩ | જૈમિની ગૌત્ર | વિશ્વામિત્ર, દેવરાજ, ઉદાલક | - | વિશાલાક્ષીદેવી |
૨૪ | ગાર્ગ્ય ગૌત્ર | ભાર્ગવ, ચ્યવન, આપ્નુવાન | - | નંદાદેવી |
૨૫ | કુત્સસ ગૌત્ર | આંગિરસ, અંબરિસ, યૌવનાશ્વ | દિક્ષીત, જાની, દવે, પંડયા, મહેતા, જોષી, રાવળ | ચંદ્રિકાદેવી |
૨૬ | શાંડિલ્ય ગૌત્ર | શાંડિલ્ય, દેવલ, અપવત્સાર | ઉપાધ્યાય, જોષી, મહેતા | - |
૨૭ | જાતુકર્ણ્ય ગૌત્ર | વસિષ્ઠ, આત્રેયસ, જાતુકર્ણ્ય | ભટ્ટ | - |
૨૮ | વસિષ્ઠ ગૌત્ર | વસિષ્ઠ, ઈન્દ્રપ્રમદ, આભ્રદ્રસુ | જોષી | - |
૨૯ | છાંદાનસ ગૌત્ર | આંગિરસ, અંબરિસ, યૌવનાશ્વ | દવે, ત્રવાડી, ત્રિપાઠી | - |
૩૦ | ગૌતમ ગૌત્ર | ગૌતમ, આંગિરસ, ઔતિથ્ય | ત્રવાડી, ત્રિપાઠી | - |
૩૧ | પરાશર ગૌત્ર | - | ત્રવાડી, ત્રિપાઠી | - |
૩૨ | ઔતથ્ય ગૌત્ર | ગૌતમ, આંગિરસ, ઔતિથ્ય | દવે, પંડયા | - |
ઉપર |
નવરાત્રિના નવ દિવસ સુધી ભુજ-કચ્છ ખાતે આવેલ મોઢશેરીમાં મોઢ બ્રાહ્મણો ઉભા ઉભા માતાજીની સ્તુતિ, આરતી, શક્રાદય, છંદો ગાઈને માતાજીની આરાધના કરે છે. નોરતામાં દરરોજ સૌપ્રથમ માતાજીની આરતી કરવામાં આવે છે. ત્યાર બાદ શક્રાદય ગવાય છે અને છેલ્લે આરતી કરી અને પછી થાળ ગવાય છે. છંદોમાં કોઈક દિવસે બે તો કોઈક દિવસે ચાર છંદો ગવાય છે. નવે નવ દિવસ આ પ્રમાણે જ છંદો ગવાય છે. આઠમના દિવસે બહુચરા માતાજીના મંદિરમાં પહેલા ચાર છંદો ગવાય છે અને ત્યાર બાદ તે જ છંદો ગરબીમાં ગવાય છે. દશેરાના દિવસે બ્રાહ્મણો માતાજીના છંદો ગાઈ માતાજીનો ગરબો ભુજ ખાતે આવેલ આઈ શ્રી આશાપુરા માતાજીના મંદિરે પધરાવે છે. ગરબો પધરાવવા બ્રાહ્મણો પગપાળા અને ‘જય ભવાની જય અંબે’ ના નાદ સાથે જાય છે. આશાપુરા માતાજીના મંદિરે પણ આઈ શ્રી આશાપુરા માતાજીના બે છંદો ગવાય છે અને પછી જ ગરબો પધરાવાય છે. ગરબો પધરાવીને પરત આવતી વખતે પણ માતાજીના છંદો ગવાય છે. પરત આવી બહુચરા માતાજીના મંદિરે માતાજીનો થાળ ગવાય છે. શરદપુનમના દિવસે કૃષ્ણ ભગવાનના બે રાસ તથા થાળ ગવાય છે. આમ આખી નવરાત્રિ દરમ્યાન ફકત માતાજીના છંદો જ ગવાય છે. |
ઉપર |