જય મોઢેશ્વરી માઁ.....જય મોઢેશ્વરી માઁ.....જય મોઢેશ્વરી માઁ.....
મોઢ-સમાજ.કોમ
મોઢ-સમાજ.કોમ

|| ઘર || મોઢેશ્વરી માં નું પ્રાગટય || મોઢેરાનો ઇતિહાસ || મોઢની ઉત્પત્તિ || મોઢેશ્વરી માં ના મંદિરો || મોઢ-બ્રાહ્મણ || મોઢ-વણિક || મોઢ-માંડલિયા || મોઢ-મોદી || મોઢ-પટેલ || જયેષ્ઠીમલ્લ || સંપર્ક ||

જયેષ્ઠી મલ્લ કચ્છમાં

જયેષ્ઠી મલ્લની વાડી

જયેષ્ઠી મલ્લના ગૌત્ર

 
 
જયેષ્ઠીમલ્લ

                       

              આ ધર્મારણ્ય વેદસંસ્કૃતિનું કેન્દ્ર બને તે માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ વેદનું ધ્યાન ધરીને વેદ જાણનારા બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા. દરેકે છ-છ હજાર બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા. તેમના નિવાસ સ્થાન માટે ત્રણે દેવોએ વિશ્વકર્મા પાસે નગરગૃહો, કિલ્લાઓ, તિર્થ વિગેરે નિર્માણ કરાવ્યા. બ્રાહ્મણોના ગૌત્રો તથા ગૌત્રદેવીઓ ઉત્પન્ન કરી. મોઢમાં ચાર ભાગ પડયા. (૧) મોઢ બ્રાહ્મણ (૨) મોઢ વણિક (૩) મોઢ પટેલ (૪) મોઢ મોદી. તેમજ મોઢ બ્રાહ્મણોમાં ચતુર્વેદી, ત્રૈવિધ, ધનુજા, તાંદલજા, અગિયાસણા, જેઠીમલ એમ છ ભાગ પડયા.

                    જયેષ્ઠી મલ્લ મૂળ અગ્નિહોત્રી ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ છે. મોઢ બ્રાહ્મણોમાં જયેષ્ઠી મલ્લ બ્રાહ્મણો તો વજ્રમુષ્ટી પહેલવાન હતા અને સેનામાં મોખરે હતા. બ્રહ્માંડપુરાણના ઉત્તર ભાગના અધ્યાય ૪૦ - ૪૩ માં મલ્લોની ઉત્પત્તિની એક દંતકથા આપવામાં આવી છે. તે મુજબ મલ્લોના પૂર્વ પુરૂષનું નામ દેવમલ્લ હતું. બ્રહ્માએ વજ્રદંત નામના એક અસૂરનો વધ કરવા માટે તેને ઉત્પન્ન કર્યા હતા. આ બાજુ શિવજીએ વજ્રદંતની ઉગ્ર તપશ્ચર્યા પછી એને એવું વરદાન આપ્યું કે દેવો અથવા તો કોઈ પણ અસ્ત્રથી તેનો નાશ ન થાય. આ વરદાનના બળે આ અસૂરે જગતમાં કાળો કેર વર્તાવ્યો હતો. તેનો નાશ કરવા દેવમલ્લે પ્રયાસ કર્યો. પણ તેમાં તે ન ફાવતા નારદના સૂચનથી તેમણે લીમડા વનમાં વસવાટ કરતી લીંમજા દેવીની સ્તુતિ કરી. લીંમજા દેવી પ્રસન્ન થતા દેવમલ્લે તેને પોતાને યુદ્ધમાં સહાય કરવા માટે સત્ય, બળ, ધૈર્ય, ઉત્સાહ, તેજ  અને આનંદમાં વૃદ્ધિ કરવાનું વરદાન માગ્યું. ત્યાર બાદ લીંમજાના વરદાનથી દેવમલ્લે વજ્રદંત અને તેના અનુચરોને પોતાની મુષ્ટિના ઘા થી જ મારી નાખ્યા. દેવમલ્લને દસ પુત્રો થયા. એ દસે પુત્રોને તેણે ભારતના જુદાજુદા પ્રદેશોમાં મોકલ્યા. તેમજ તેઓએ લીંમજા દેવીની સ્તુતિ કરી અને લીંમજા દેવીએ તેમને વજ્રદંત સામેના યુદ્ધમાં શક્તિ આપી હોવાથી જયેષ્ઠી મલ્લ તેમને પોતાના કુળદેવી તરીકે માનતા થયા અને તે પછી મલ્લોએ લીંમજા દેવીની પ્રતિષ્ઠા મોઢેરાની પશ્ચિમે દેલમાલ ગામમાં કરવામાં આવી. તેથી દર વર્ષે ચૈત્ર સુદ સાતમના દેલમાલ ખાતે માતાજીની રથયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે. અષાઢીબીજ એ લીંમજા માતાનો પાટોત્સવ તરીકે ઉજવાય છે. દક્ષિણ ભારતમાં જયેષ્ઠી મલ્લો (જતી સમાજ) તરીકે ઓળખાય છે. લીંમજા દેવી લીમડામાંથી પ્રગટ થયેલ હોઈ જયેષ્ઠી મલ્લોના અખાડામાં એક નિયમ તરીકે તેને રોપવામાં આવતો.

 જયેષ્ઠી મલ્લ મોઢ બ્રાહ્મણોથી અલગ કેવી રીતે થયાં ?

                એક દંતકથા મુજબ જયેષ્ઠી મલ્લ બ્રાહ્મણોના પૂર્વજો અગ્નિહોત્રી હતા. તેઓ મોઢેરા પાસે વડ સાગરમાં સ્નાન કરતા યાત્રાળુઓ પાસેથી કર લેતા હતા. ભગવાન શ્રીરામચંદ્રએ રાવણનો વધ કરી ધર્મારણ્યમાં પ્રાયશ્ચિત કરવા આવ્યા. ત્યારે તેમણે આ બ્રાહ્મણોને દક્ષિણામાં એક મણિ આપ્યો. આ મણિ દરરોજ સવાવાલ સોનું આપતો. બ્રાહ્મણોને લાલચ જાગતા આ મણિ માટે તેઓમાં ઝઘડો થયો. તેથી મણિના ભાગ કરવા માટે તેના ટુકડા કરવામાં આવ્યા. તેથી મણિની સુવર્ણ આપવાની શક્તિ પૂરી થઈ ગઈ. આથી ગુરૂઅ બ્રાહ્મણોને શ્રાપ આપ્યો કે મણિના ટુકડા કર્યા તેથી તમે પણ હવે મલ્લકુસ્તીમાં પરસ્પરના હાથ-પગ ભાંગીને આજીવિકા મેળવશો. તેથી બ્રાહ્મણોમાંથી જયેષ્ઠી મલ્લ અલગ થયા.

ઉપર

 

 

 

જયેષ્ઠી મલ્લ કચ્છમાં

                જયેષ્ઠી મલ્લ ઈ.સ. ૧પ૧૦ ની આસપાસ કચ્છ આવેલ છે. તેઓ મલ્લ હોવાથી કચ્છ રાજ્યના કુંવરોને કુસ્તી શીખવવાની ફરજ પણ આ જ્ઞાતિના પહેલવાન પુરૂષો સંભાળતા હતા. તેઓને કુસ્તી માટે પોતાના અખાડા ચલાવવા માટે ચલાવવા માટે કચ્છ રાજ્ય દ્વારા જમીનો આપવામાં આવી હતી. કચ્છના રાજવી પરિવારના સાથે જયેષ્ઠી મલ્લ જ્ઞાતિના સબંધો વિશાળ પાયા પર વિસ્તરેલા હતા. રાજ્યના રાજ પરિવારમાં જ્ઞાતિની મહિલાઓને ધાઉમા તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. રાજવી પરિવારના રાજકુમારોના ઉછેર માટે ધાઉમા રાખવામાં આવતી. ધાઉમા એટલે બાળકને ધવરાવનાર માતા. રાજકુમારોનો જન્મ થાય ત્યારથી જ તેને દૂધ ધવરાવવાનું કામ આ મહિલાઓને કરવાનું રહેતું. રાજકુમાર પાંચ-છ વર્ષના થાય ત્યાં સુધી ધાઉમાની દેખરેખ નીચે રાખવામાં આવતા. કઈ સ્ત્રીને ધાઉમા નો દરરજો આપવો તે મહિલાના ધાવણની તબીબી તપાસ કરાયા બાદ નક્કી કરવામાં આવતું. ધાઉમા ના પુત્રોને ધાઉભાઈ નો દરરજો આપવામાં આવતો. ધાઉભાઈને દરબારમાં ખાસ માણસ તરીકે સ્થાન આપવામાં આવતું. ધાઉમાને દરમાસે રપ કોરી આજીવન, રાજવી પરિવારના કોઈ પણ શુભ પ્રસંગે ખાસ ભેટ સોગાદો, તેના પરિવારને રાજ્ય તરફથી દરરોજ રાશન, એક ગાય, તેના માટે ચારો, ગરાસ પણ આપવામાં આવતું.

                         કહેવાય છે કે, કચ્છમાં સ્વામિનારાયણ ધર્મ સંપ્રદાયના પ્રથમ અનુયાયી જયેષ્ઠી મલ્લો હતા. ઈ.સ.૧૮૩૦ માં અક્ષરધામ પામેલ શ્રી સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી એ ઈ.સ.૧૮૦૪ માં ભુજ નગરમાં આવી આઠેક વર્ષ સુધી જનસેવાની પ્રવૃત્તિ કરી હતી. તેની સ્મૃતિમાં ભુજમાં પહેલું સ્વામિનારાયણનું મંદિર મહારાવશ્રી દેશળજી બીજાના સમયમાં જયેષ્ઠી ગંગારામ આદિ હરિભક્તોએ સાથે રહી તેનું નિર્માણ કર્યું હતું. અન્ય ઉલ્લેખ મુજબ જયેષ્ઠી મલ્લ ઘેલા ત્રિકમજીની પુત્રી ગંગાબાઈએ એમના સાસુ પુરબાઈના સ્મરણાર્થે તૈયાર કરાવ્યું હતું.

ઉપર

 

 

 
જયેષ્ઠી મલ્લની સમાજવાડીઓ
 

ગામ-શહેર

સમાજવાડીનું સરનામું

ભુજ-કચ્છ
જ્યેષ્ઠી જ્ઞાતિ, સુમરા ડેલી પાસે, મચ્છીપીઠ, ભુજ-કચ્છ
 
ઉપર

 

 
જયેષ્ઠી મલ્લના ગૌત્ર
 
ગૌત્ર
શાખા
અપભ્રંશ
કાશ્યપ
ઉદીચી
અંકડાત
શાંડીલ્યસ
ખરંગા
નવરંગા
ગૌતમ
ઠાકર
ઠાકરીયા
ભારદ્વાજ
વ્યાસ
ગાગરીયા
કૌશિક
મહેતા
મેતા
ગર્ગ
બાડોત
બાડોત
વશિષ્ટ
શુકલ
બામણીયા
પિપ્યલાયન
ધુપા
ધુપા
ભાર્ગવ 
કેલાત
ચેરાત
વિશ્વામિત્ર 
મારૂ  
મારૂ
 
ઉપર